ઉમરપાડા: કુડસદ ગામે ખરાબ રસ્તાના કામને લઈને ગ્રામ પંચાયતના સભ્ય ભાવિક ભાઈએ આપી પ્રતિક્રિયા.
Umarpada, Surat | Nov 22, 2025 કુડસદ ગામના લાકોડ ફળિયામાં ચાલી રહેલા RCC (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ) રસ્તાના નિર્માણ કાર્યમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાવાળી વેઠ ઉતારવામાં આવતી હોવાથી સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવી દીધું હતું અને ગ્રામ પંચાયતની ટીમને સ્થળ પર બોલાવી હાજર કોન્ટ્રાક્ટરને બરાબર તતડાવીને કામ વર્ક ઓર્ડર મુજબ કરવા જણાવ્યું હતું.