નવસારી એલ.સી.બી. ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર મોટો પ્રહાર કરતા કુલ રૂ. 12,61,520/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. બાતમી આધારે આર.કે.–સિસોદ્રા પાટિયા નજીક નેશનલ હાઈવે 48 પર નાકાબંધી ગોઠવી હતી. તપાસ દરમિયાન Eicher Pro 2119 ટેમ્પો (DD 01 Z 9131)માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને ટીન બીયર કુલ 1032 નંગ, કિંમત રૂ. 2,51,520/- મળ્યા હતા.