જામનગરના ધરારનગર-2 માં બાપા સીતારમ ની મઢુલી પાસે રહેતા રહીમભાઇ ઇલીયાશભાઇ ફકીર ની દીકરી મહેંદી રહીમભાઈ ફકીર (ઉંમર 19) તા.8/12/25ની રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને પોતાના જન્મ તારીખ સંબંધિત આધાર પુરાવા સાથે લઈ ગયેલ અને પરત ઘરે નહીં આવતા તેના પિતા રહીમભાઈ એ સિટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જે કોઈને યુવતી વિશે માહિતી મળે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી કરવામાં આવી છે