ગારીયાધાર–પાલીતાણા રોડ ઉપર પરવડી ગામ નજીક બાઈક અથડાતા દુધ ભરેલા કેન રસ્તા પર ફરી વળ્યા હતા. તારીખ 6 જાન્યુઆરી 2026 ને મંગળવારે સવારના 9 વાગ્યાના અકસ્માતના પગલે થોડીવાર માટે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ હતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી દુધના કેન બાજુએ ખસેડી વાહન વ્યવહાર સુચારુ કર્યો. સદભાગ્યે કોઈ જાનહાની નોંધાઈ નથી, જ્યારે બાઈકને આંશિક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.