કપરાડા: આદિવાસી સાહિત્યમંચ નાનાપોઢા ખાતે દીપોત્સવી સ્નેહ મિલન અને સાત પુસ્તકોનું વિમોચન સમારોહ
Kaprada, Valsad | Oct 26, 2025 નાનાપોંઢા ખાતે આદિવાસી સાહિત્યમંચ દ્વારા દીપોત્સવી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિવાસી સાહિત્યના પ્રખ્યાત સર્જક ડાહ્યાભાઈ વાઢુંના વ્યક્તિત્વ અને સાહિત્યિક યોગદાન પર ચર્ચા થઈ હતી, કાર્યક્રમમાં પ્રા. ડૉ. ઉત્તમભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પટેલ, ડૉ. પુંડલિક પવાર સહિત અનેક સાહિત્યકારોએ આદિવાસી સાહિત્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, આ પ્રસંગે આદિવાસી સાહિત્યના સાત પુસ્તકોનું વિમોચન પણ થયું.