જુનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત પવિત્ર જલારામ ભક્તિધામ ખાતે રાંદલ માતાજીની અખૂટ કૃપા અને ભક્તોના અડગ વિશ્વાસ સાથે 246 રાંદલ માતાજીના લોટા તેડવાના ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિથી સમગ્ર પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું. ખાસ વિદેશથી પણ શ્રદ્ધાળુ આવ્યા હતા અને હર્ષ અને ઉલ્લાસ સાથે માતાજીની ભક્તિભાવ સાથે આરાધના કરી હતી.