ગારિયાધાર પંથકના વાલીઓ માટે આ ખરેખર લાલબત્તી સમાન ચેતવણી બાળકોમાં ખુબ જ લોકપ્રિય એવી ખાણી-પીણીની વસ્તુ ‘બબલા’ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક વેપારીઓ દ્વારા એક્સપાયરી ડેટ પસાર થઈ ગયેલી વસ્તુઓ વેચવામાં આવી રહી છે, જે માસૂમ બાળકોના આરોગ્ય સાથે સીધી ચેડાં સમાન છે. વાલીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. બાળકો જે વસ્તુ ખરીદે છે તેની એક્સપાયરી ડેટ, પેકિંગ અને ગુણવત્તા તપાસ્યા વગર આપવા નહ