સને-૨૦૧૬માં સુરતના અમરોલીમાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલા ડબલ મર્ડરના ચકચારી કેસમાં કોર્ટે બે સગા ભાઈઓને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.સને-૧૫-૦૯-૨૦૧૬ના રોજ ગણપતિ વિસર્જનના દિવસે મિતેશ ઉર્ફે સન્ની અનિલભાઈ વાલ્મીકિ તેમજ જીતેશ ઉર્ફે રાહુલ અનિલભાઈ વાલ્મીકિ તથા સોસાયટીના અન્ય સભ્યો ટ્રેક્ટરમાં ગણપતિજીને વિસર્જન માટે કોસાડ ફાયર સ્ટેશનના કૃત્રિમ તળાવ પાસે જઇ રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓ યુવતી ની છેડતી કરી હતી. જેને લઈને ઝઘડો થયો હતો.