મોગલીસરા ખાતે તંત્ર દ્વારા યુનિયાનોની ઓફિસો ખાલી કરાવી
Majura, Surat | Nov 20, 2025 સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરૂં વલણ અપનાવ્યું છે.પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 11 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે મુદત પૂર્ણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. બે યુનિયનોએ તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો,