ઉમરગામ: ઉમરગામ તાલુકાના પાલીકરમબેલીમાં એક બંગલામાં ચોરીનો પ્રયાસ, હાઇટેક કેમેરામાં કેદ થઈ ચોરોની કરતૂત
ઉમરગામ તાલુકાના પાલીકરમબેલી ગામમાં રહેતા કપિલભાઈ જોષીના બંગલામાં 16 નવેમ્બરની રાત્રે ત્રણ જેટલા ઈસમોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઇક પર આવેલા ઈસમોએ બંગલાનો ગેટ ખોલી અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ બંગલામાં લગાવેલા હાઇટેક સિક્યુરિટી કેમેરાનો સાયરન વાગતા જ ચોરો બાઇક પર ભાગી છૂટ્યા હતા.