વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાનમાં ટાબડીયા દ્વારા ખોટા એપ બતાવી સ્કેનર બતાવી છેતરપિંડી કરી
Majura, Surat | Nov 16, 2025 સુરતના વરાછા વિસ્તારમાં ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરતા બે ટાબરિયા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બે બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવી બે ટાબરિયા મોપેડ પર ફરાર થઈ ગયા હતા. ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરી ફરાર થયાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે. આ સાથે જ બંને પકડાઈ નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી