વડોદરા: ગુરુને માર મારવાનો મામલો,કાર્યવાહી નહીં થતા કિન્નર સમાજમાં ભારે રોષ
વડોદરા : સમાજમાંથી હાંકી કાઢવામાં આવેલા કેટલાક કિન્નરો દ્વારા સમાજના ગુરુને રસ્તામાં આંતરી માર મારવામાં આવ્યો હતો.આ ઘટના ગેંડા સર્કલ નજીક બની હતી.વસ્તી ફરતા ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા માટે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કિન્નરોએ કર્યા હતા.આ અંગે ગોરવા પોલીસ મથક ખાતે ફરિયાદ આપવામાં આવી હતી.જોકે યોગ્ય કાર્યવાહીના અભાવે કિન્નર સમાજ દ્વારા પોલીસ ભુવન ખાતે પહોંચી પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.