સુરત: શહેરમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે જ પતંગની જીવલેણ દોરીએ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. સુરતના અલથાણ-ન્યૂ સીટી લાઈટ રોડ પર પતંગની દોરી ગળામાં આવી જતાં ૨૩ વર્ષીય પ્રિન્સ બાથમ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.સચિનમાં રહેતો અને રિલાયન્સ માર્કેટમાં નોકરી કરતો પ્રિન્સ મંગલ બાથમ ગત સાંજે પોતાના મોપેડ પર ફરવા નીકળ્યો હતો.દરમિયાન ન્યૂ સીટી લાઈટમાં આવેલા 'લાલ ઘોડા સર્કલ' પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી.