જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે 'એ' ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ અગાઉ| વણઉકેલાયેલા વાહન ચોરીના 4 ગુનાઓ ડિટેક્ટ કરી એક આરોપીને કુલ રૂ.1,70,000ના મુદ્દામાલ સાથે દબોચી લીધો| છે.પકડાયેલ આરોપી કેયુર જેઠવાએ છેલ્લા ત્રણ દિવસમાં| શહેરના દાતાર રોડ, વાંઝાવાડ અને ગણેશનગર જેવા| વિસ્તારોમાંથી એક સુઝુકી બર્ગમેન,એકિ્ટવા અને બે સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.