નવી સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો આતંક,પાર્ક કરેલી ત્રણ ફોર વ્હીલ કારમાં રાત્રિ દરમ્યાન કરી તોડફોડ
Majura, Surat | Nov 23, 2025 સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કેમ્પસમાં પાર્ક કરેલી 3 જેટલી ફોર વ્હીલ કારના કાંચ તોડી ભારે નુકશાન પોહચાડ્યું છે. રવિવારની વહેલી સવારે આ બાબતની જાણકારી મળતા કારના માલિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ત્રણ જેટલી કારના કાંચ તોડી રીતસરનો આતંક મચાવતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી.