ચોટીલા ડિવિઝન હેઠળના મુળી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે ચોટીલા એચ.ટી.મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી તડીપાર કરવા હુકમ કર્યા હતા. જેમાં નિલેશભાઈ ખુશાલભાઇ મકવાણા રહે. સરા દારુ, જુગાર જેવી અન્ય જુદી જુદી ગુન્હાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલ હોવાથી ચોટીલા સબ ડીવીઝનમાં દારુનું વેચાણ કરવામાં ન આવે તેમજ આ ઇસમ માથાભારે અને ઝનુની સ્વભાવના હોવાથી લોકોની શાંતિની ખલેલ પહોચાડવામાં ન આવે તે આશયથ