દર વર્ષની જેમ આ વર્ષે પણ એન.એમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી દિયા ફાઉન્ડેશનના બાળકો સાથે ઉજવવામાં આવ્યો. બાળકોને તહેવારનું મહત્વ સમજાવીને તલ અને ગોળની ચીકી,ચરખી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દિયા ફાઉન્ડેશનની ટીમ અને એન.એમ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ હાજર રહી હતી. જેથી એ બાળકો પણ ઉતરાયણનો તહેવાર ધૂમધામથી ઉજવી શકે,આવા પ્રયત્નો હંમેશા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.