કપરાડા: લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ સુખાલામાં સાઇકલ વિતરણ કાર્યક્રમ યોજાયો
Kaprada, Valsad | Nov 17, 2025 નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામે લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઈસ્કૂલમાં સાઇકલ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. જે કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે 181 કપરાડા મંડળ પ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને સાઇકલ આપવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય હસુમતિબેન પટેલ, શિક્ષક મંડળ તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.