‘ભક્તિ દ્વારા એકતાની શક્તિ’ના સૂત્રને સાર્થક કરતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સમગ્ર સમાજના જનકલ્યાણ અર્થે રાજકોટ પાસેના અમરેલી ગામે અત્યાધુનિક શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. આ ભગીરથ કાર્ય માટે જનજાગૃતિ અને નિધિ એકત્ર કરવાના હેતુથી ‘માં ખોડલનો રથ’ હાલ મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે