ઉધના: સુરતમાં પર્વત પાટિયા પાસેના ભાવના જવેલર્સમાં લાખોની ચોરી, બાજુનો દુકાનદાર શંકાના દાયરામાં
Udhna, Surat | Nov 24, 2025 સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં બે જેટલી દુકાનોની દીવાલમાં બાકોરું પડીને 'ભાવના જ્વેલર્સ'માંથી સોના-ચાંદીના ઘરેણાંની મોટી ચોરી કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદારો પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પુણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો.