ધોળકા: ધોળકા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા કોંગ્રેસની માંગણી, મામલતદારને આવેદનપત્ર આપ્યું
ધોળકા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા અને રાહત પેકેજ જાહેર કરવાની રજૂઆત મામલતદારને કરવા આજરોજ તા. 03/11/2025 ના રોજ બપોરે 12 વાગે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ તથા ધોળકા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તળપદા બોર્ડિંગ ધોળકા એકઠા થયા હતા. ત્યાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઈ આવેદનપત્ર આપ્યું હતું.