બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા પંચાયત ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ભાભર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જયોત્સનાબેન પરમારની બદલી થતાં આજરોજ તારીખ 03/10/2024 ના પાંચ વાગ્યાના સુમારે તાલુકા બીઆરસી ભવન ખાતે શિક્ષકો દ્વારા શ્રીમતી જ્યોત્સનાબેન પરમારને ભાવભરી વિદાય આપી હતી. વિદાય દરમિયાન મોટી સંખ્યામાં ભાભર તેમજ ભાભરના ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.