કપરાડા: વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન, ખેડૂતોને વળતર આપવા આમ આદમી પાર્ટીનું આવેદન
Kaprada, Valsad | Oct 28, 2025 કપરાડા અને નાનાપોંઢા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પડેલા અવિરત વરસાદથી ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આર્થિક સંકટમાં સપડાયેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાનાપોંઢાના મામલતદાર એન.ઝેડ. ચૌરાને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં તાત્કાલિક સર્વે કરીને નુકસાન ગ્રસ્ત ખેડૂતોને વળતર તેમના બેંક ખાતામાં જમા કરવાની માંગ કરવામાં આવી. આ પ્રસંગે પાર્ટીના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.