અબડાસા: સાંઘી સિમેન્ટ કંપનીના ફોરમેન પર ચપ્પુ, લાકડાંનાં બેટથી હુમલો કરાતાં લોહીલુહાણ
Abdasa, Kutch | Nov 21, 2025 અબડાસા તાલુકાના સાંધીપુરમમાં સાંઘી સિમેન્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા ફોરમેન પર આરોપીએ મોબાઈલ લેવા મુદ્દે ચપ્પુ તેમજ લાકડીથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. તેથી તેને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં તપાસ હાથ ધરાઈ હતી.