સિટી લાઇટ સ્થિત અનુવ્રત ફ્લાયઓવર બ્રિજ નીચેથી મહિલા રહસ્યમય સંજોગોમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી,મૃત જાહેર કરાઈ
Majura, Surat | Nov 23, 2025 સુરતના અણુદ્વાર પાસે અજીબોગરીબ ઘટના બની. રવિવારે OLA ગાડી ઓવર બ્રિજ પરથી મળી આવી.60 ફૂટ નીચે 28 વર્ષીય મહિલા પટકાયેલી હાલતમાં મળી.અણુદ્વાર પાસે ફરજ પર હાજર TRB જવાન દ્વારા મહિલાને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ.ટ્રાફિક પોલીસ દ્વારા OLA ગાડી બ્રિજ પર છે તેવી પરિવારના સભ્યોને જાણ કરી.મહિલાને નવી સિવિલ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાઈ.મહિલા ઉષા જૈનને બ્રિજ પરથી કૂદી છે કે અકસ્માત થતા નીચે પડી તેને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું.