વડોદરાના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી અકસ્માત ઝોન બની છે, આ ચાર રસ્તા પર અકસ્માતોનો સિલસિલો અટકતો જ નથી. છેલ્લાં બે દિવસમાં અહીં ૩ થી ૪ અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, અકસ્માતોના દ્રશ્યો નજીક આવેલી દુકાનના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે, ત્યારે હવે મોટો સવાલ એ છે કે… શું તંત્ર હજી પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સતત સર્જાઈ રહેલા અકસ્માતો ને કારણે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે,