વિસાવદર: વિસાવદર નજીકથી 5.95 લાખનો દારૂ સાથે બે શખ્સ પકડ્યા
વિસાવદર તાલુકાના શોભાવડલા નાની પીંડાખાઈ વચ્ચે એલસીબીએ દરોડો પાડી 5.95લાખના દારૂ સાથે બે શખ્સને પકડી લીધા હતા તેની પુછપરછ કરતા જુનાગઢ ના શખ્સે કેળા ની આડમાં ટ્રકમાં દારૂ મંગાવ્યો હતો જેમાંથી મોટાભાગનો જથ્થો તો સગેવગે થઈ ગયો હોવાની કબુલાત આપી હતી આ અંગે એલસીબી એ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે