નવસારી એલ.સી.બી. ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અસરકારક પ્રહાર કરતાં સફેદ કલરની ક્રેટા કાર (GJ-21-AQ-7611)માંથી ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બીયર સહિત કુલ 532 બોટલનો ₹4,10,190 નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹11,25,190નો જથ્થો જપ્ત કર્યો છે. સ્ટેટ હાઇવે-88 પર સોનવાડી ગામની સીમમાં નાકાબંધી દરમિયાન ભાગતા ઇસમોને પીછો કરી પકડી પાડવામાં આવ્યા હતા.