ખેડબ્રહ્મા તાલુકાના દિધીયા ગામની પરિણીતાએ પતિના આડા સંબંધોમાં દવા પી જતા મરણ થયું હતું જે અંગે તેના મરણજનાર દિકરી પિતાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ખેડબ્રહ્મા તાલુકાના વાલરણ ગામના અમરતભાઈ મોતીભાઈ ઓડીયાની દીકરી સંગીતાબેન ઉર્ફે સંજનાબેન ઉ.વ 22 ને આજથી ત્રણ વર્ષ પહેલા દિધીયા ગામે ગોપાલભાઈ બળવંતભાઇ ડાભી નાઓની સાથે પરણાવેલ હતી સંગીતાબેન પાંચ માસની સગર્ભા હતી વારંવાર પીયર આવતી ત્યારે જણાવતી અને કહેતી તેના પતી ના પર સ્ત્રી જોડે આડા સંબંધ છે