આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર-વિજાપુર રોડ ઉપર આવેલી પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય માં વાર્ષિક ખેલકૂદ દિવસનું આયોજન ધારાસભ્ય વી.ડી.ઝાલાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ ને સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.