વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે પટેલ સમાજ ખાતે ફીટવેલ હેલ્થકેર દ્વવારા ડો. અઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તેમાં બહોળી સઁખ્યામાં ભાઈઓ બહેનો, વૃદ્ધ, વડીલો આ થેરાપીનો લાભ લઇ રહ્યા છે. જેમાં દર્દીઓની રૂબરૂ મુલાકાત દરમ્યાન ઘણા દર્દીઓને આ કેમ્પમાં જોડાયા પછી રાહત પણ થઇ રહી છે. આ કેમ્પમાં શરીરની અલગ અલગ તકલીફની સારવાર આપવામાં આવે છે.