ધોળકા: વૌઠાના મેળામાં જવા માટે કલિકુંડ, મઘીયા અને બાવળા ખાતે એસટી બસની વ્યવસ્થા કરાઈ
વૌઠાના મેળામાં જવા માટે એસટી તંત્રના અમદાવાદ વિભાગ દ્વારા ધોળકા ખાતે કલિકુંડ અને મઘીયા ખાતે પોઇન્ટ શરૂ કરાયા છે. જયારે બાવળા ખાતે પણ પોઇન્ટ ચાલુ કરવામાં આવેલ છે. જ્યાંથી વૌઠા જવા માટેની બસો મુકવામાં આવી રહી છે. તા. 03/11/2025,સોમવારે સાંજે 6.30 વાગે કલિકુંડ એસટી પોઇન્ટની મુલાકાત લેતા ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે વૌઠા મેળામાં જવા 55 એક્સટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.