ગાંધીનગર શહેરના સેક્ટર-29માં જાહેર માર્ગો પર બાયો-મેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.તપાસમાં જાણવા મળ્યું કે, કુડાસણ વિસ્તારમાં લેબોરેટરી ચલાવતા લોકોએ આ જોખમી કચરાનો નિકાલ કર્યો હતો. મહાનગરપાલિકાએ આ કચરાનો નિયમ મુજબ યોગ્ય નિકાલ કરાવ્યો છે. જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકનારા લેબોરેટરી સંચાલકો પાસેથી મહાનગરપાલિકાએ 15 હજાર રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કર્યો છે.