કપરાડા: બાબરખડક ગામે માવલી પૂજન કરાયું
Kaprada, Valsad | Oct 18, 2025 નાનાપોંઢા તાલુકાના બાબરખડક ગામે વાઘ બારસના રાત્રી દરમિયાન આદિવાસી ભગત ભુવાઓ દ્વારા માવલી પૂજનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આજે વહેલી સવારે કાર્યક્રમની સંપન્ન વિધિ ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક આદિવાસી ભગત ભુવાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.