મણિનગર: વૃદ્ધને ડિજીટલ અરેસ્ટ કરી પૈસા પડાવ્યા, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
આજે રવિવારે ડિજિટલ અરેસ્ટ કરી વધુ એક વૃદ્ધ સાથે છેતરપીંડી થવા મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં બેંક એકાઉન્ટમાં 60 લાખનું મની લોન્ડરીંગ કરાયુ હોવાનું જણાવી અને કોલાબા પોલીસ સ્ટેશનનાં સબ ઈન્સ્પેક્ટર જય ખન્નાની ઓળખ આપી હતી.વીડિયો કોલમાં સતત હાજર રાખી ડિજિટલ અરેસ્ટ કરી બનાવટી CBI અધિકારી સાથે વાત કરાવી.સુપ્રિમ કોર્ટનાં બનાવટી લેટર અને પીટીશન પણ મોકલી.17.10 લાખ રૂપિયા પડાવતા 77 વર્ષીય ઘનશ્યામ પટેલે સાયબર ક્રાઈમમાં કરી ફરિયાદ.