સુરત ચોક મથકની ટીમે સાત વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં એક મોટી સફળતા મેળવી છે. વર્ષ 2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર છબ્બુ પંડિતને પોલીસે બિહારના બાકા જિલ્લાના હનુમત્તા ગામેથી દબોચી લીધો છે. પોલીસની પકડથી બચવા માટે આરોપી છેલ્લા 7 વર્ષથી વતનના અંતરિયાળ વિસ્તારમાં છુપાઈને ખેતમજૂરી કરતો હતો, જેને પકડવા માટે સુરત પોલીસે 'મણીયારા' એટલે કટલેરી વેચનારનો વેશ ધારણ કર્યો