બાવળા: ખેડા - ધોળકા હાઇવે પર ખાત્રીપુર નજીક કાર અડફેટે એક મહિલાનું મોત નિપજયું
તા. 10/11/2025 ની રાત્રે આઠ વાગે ખેડા - ધોળકા હાઇવે પર ખાત્રીપુર નજીક રોડ ક્રોસ કરી રહેલી રામપુર ગામની ત્રણ મહિલાઓને ખેડા તરફથી આવી રહેલી કારના ચાલકે ટક્કર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘાયલોને 108 મા ધોળકા પાશ્વનાથ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે એક મહિલાને મૃત જાહેર કર્યા હતા. ધોળકા રૂરલ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ ASI મહેન્દ્રસિંહ પઢીયારે હાથ ધરી છે.