કાલોલ: ફતેપુરી ગામે બુટલેગરની દૂધ ડેરી ઉપર લુખ્ખી દાદાગીરી, ગામમાં દારૂ બંધી સાથે તેની સામે કાર્યવાહીની મહિલાઓએ કરી માંગ
આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકાના અલવા ફતેપુરી ગામની દૂધ સહકાર મંડળી ઉપર ગામનો જ બુટલેગર રંગીત રાઠોડ દરરોજ આવી બોલાચાલી કરતો હતો અને ગામની મહિલાઓનાં જણાવ્યા મુજબ આ બુટલેગર છેલ્લા કેટલાક સમયથી વારંવાર દૂધ ડેરી ઉપર આવી બીભત્સ ગાળો બોલી સેક્રેટરી અને ચેરમેન સાથે ઝઘડો તકરાર કરતો હતો.જેને લઈ ગામમાં દારૂ બંધ કરવામાં આવે અને આવા બેફામ બનેલા બુટલેગર રંગીત રાઠોડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સુત્રોચ્ચાર કરી માગણી કરી છે.