ભુજ: આજે મુખ્યમંત્રીન હસ્તે કચ્છના ૫૦૩ કરોડ જેટલા વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાપર્ણ કરાયું
Bhuj, Kutch | Nov 23, 2025 ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે હતા પ્રથમ સવારે ગાંધીધામ મહાનગરપાલિકાના 176 કરોડના કામોનું ઇ-ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ ભુજની લાલન કોલેજ ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લાના વિકાસના 503 કરોડના વિવિધ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું 7 વિભાગના 55 કામોની કચ્છને ભેટ આપી હતી પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ વિગતો આપી