જામજોધપુર તાલુકાના રબારીકા ગામે નવનિર્મિત બ્રિજનું ખાતમુહૂર્ત ગ્રામજનો તથા આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભાવપૂર્વક સંપન્ન થયું. આવનારા દિવસોમાં આ બ્રિજનું કાર્ય પૂર્ણ થતાં રબારીકા તેમજ આસપાસના ગામડાઓના લોકોની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવશે અને વિકાસનો નવો માર્ગ ખુલશે.