જૂનાગઢના માંગરોળના જેટખમ રોડ પર ગુરૂવારના સાંજના સમયે ઇબ્રાહીમભાઇ જેઠવા અને પુત્ર પસાર થઈ રહ્યા હતા તે સમયે સુલેમાન ભાટા, ઇરફાન ભાટા અને ઇલિયાસ ભાટા નામના ત્રણ શખ્સો ફરિયાદી ને રોકી ગાળો આપીને માર મારવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદીના પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો આ ત્રણેય શખ્સોએ જુના મનદુઃખ માં ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત ઈબ્રાહીમભાઇ જેઠવાને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.