વાપી: ડુંગરા પીએચસીમાં સીપીયુ અને ખેડૂતના ફાર્મહાઉસમાંથી ટીવી-વાયર સહિત રૂપિયા 38,400ની ચોરી
Vapi, Valsad | Nov 19, 2025 વાપીના ડુંગરા નવીનગરી પીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. પ્રિયા અજીત મિશ્રાએ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોમવારે ધરમપુર મીટિંગ દરમિયાન તેમને જાણ મળી કે સીએચસીના ઓપરેટર રૂમમાંથી લગભગ રૂ. 10,000 કિંમતનો સીપીયુ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચોરી કરી લીધો છે.