પ્રાપ્ત વિગતો મુજબ, બગદાણા મારામારી કેસના અનુસંધાને શૈલેષ મકવાણા નામના વ્યક્તિએ બગદાણા ધામ સામે આવેલા ચોકમાં પોતાને આગ લગાવવાની તૈયારી કરી હતી. શૈલેષ મકવાણાએ પોતાના પાસે રાખેલું કેરોસીનનું ડબલું કાઢી શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનની કોશિશ કરતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બગદાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝડપી કાર્યવાહી કરી હતી