ગણદેવી: લસણની આડમાં ખારેલ ઓવર બ્રિજથી 1.11 કરોડથી વધુનો દારૂ મુદ્દામાલ પકડી એક આરોપીની ધરપકડ
નવસારી LCBએ ગેરકાયદેસર દારૂ હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા 27,252 નંગ ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી તથા ટીન બીયર સહિત રૂ.1,01,88,720નો પ્રોહિબિશન મુદ્દામાલ અને અન્ય સાથે કુલ રૂ.1,11,98,720ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો મોટો કેસ બહાર લાવ્યો છે. બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ નજીક નાકાબંધી ગોઠવી TATA LPT 3118 ટ્રક નં. GJ 10 TV 9954ને રોકી તપાસ કરતા ભારે માત્રામાં દારૂ મળી આવ્યો હતો.