નવસારી: ગણદેવી–બીલીમોરા મુખ્ય માર્ગપર ખાડાનો પ્રશ્ન ઉકેલાયો, નગરપાલિકાએ રાત્રી દરમિયાન પેચ વર્ક પૂર્ણ કર્યું
ગણદેવીથી બીલીમોરા જતા બંધારા માર્ગ પર લાંબા સમયથી પડેલો મોટો ખાડો મુસાફરો અને સરકારી બસો માટે મોટું અવર-જવરનું કારણ બન્યો હતો. દૈનિક હજારો લોકો ઉપયોગ કરતાં આ માર્ગ પર ખાડાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતા ગણદેવી નગરપાલિકા તંત્ર દ્વારા દિવસે ટ્રાફિકને નડતર ન થાય તે માટે ખાસ રાત્રિ દરમિયાન પેચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પેચ વર્ક પૂર્ણ થતાં હવે મુસાફરોને રાહત અનુભવાઈ રહી છે.