નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ગાયકવાડ મિલ રોડ વિસ્તારમાં દિવસના અજવાળામાં જંગલી પ્રાણી દેખાતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. વિડિયો ફૂટેજમાં પ્રાણીની સ્પષ્ટ ઓળખ ન થઈ શકતાં છતાં, સ્થાનિકો તેને દીપડો હોવાનું માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નવસારીના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દીપડાની હલચલ વધી રહી છે, જેના કારણે ચિંતા વધી છે. જંગલો અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઘટતાં દીપડાઓ શહેર તરફ ધસી આવી રહ્યા છે.