સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત પ્રયાસોથી વર્ષ 2025ની અંતિમ લોક-અદાલતમાં સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. લોક-અદાલતમાં સુરત શહેરના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈસ્યુ થયેલા પેન્ડિંગ ઈ-ચલણો પૈકી રેકોર્ડબ્રેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 1,32,578થી વધુ ઈ-ચલણોનો નિકાલ કરાયો છે.