અડાજણ: સુરતના સચિનમાં તું મારા પપ્પાને જમવાનું કેમ નથી આપતો કહી યુવકને ઢોર માર માર્યો
Adajan, Surat | Nov 24, 2025 સુરતના શહેરના સચિન વિસ્તારમાં આવેલ સ્લમ બોર્ડ ખાતે રહેતા યુવકે પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિ સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવકે તું મારા પપ્પાને કેમ જમવાનું આપતો નથી તેમ કહીને ચપ્પુના ઘા મારી દીધા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવકે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સચિન ઝૂંપડપટ્ટી માં રહેતા કમલેશ દિલીપ રણદીવે ગતરોજ સચિન પોલીસ મથકમાં ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.