અડાજણ: સુરત: ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં મોટો ચોર, મહિધરપુરામાં પિત્તળની સાંકળો અને મોપેડની ચોરી કરતો આરોપી ઝડપાયો
Adajan, Surat | Nov 18, 2025 સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીના ૬ ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને કુલ રૂપિયા ૭૫,૯૬૫ ની મત્તાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી મહીધરપુરા વિસ્તારમાં મકાનોની ગેલેરીમાં લાગેલા હિંચકાની પિત્તળની સાંકળો અને બે મોપેડ ગાડીઓની ચોરી કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે, ખટોદરા લેક ગાર્ડનની બહાર જાહેર રોડ પરથી આરોપી અનિલ રમેશભાઈ વઢેરા ને પકડી પાડવામાં આવ્યો હતો.