વંથલી-માણાવદર હાઇવે પર બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે.ઘંટીયા ફાટક નજીક અકસ્માતની ઘટના બની છે.ધડાકાભેર અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે.અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માતમાં બને કારનો કચ્ચરઘાણ નિકળી ગયો છે.